ભારતની સીમાચિહ્ન સિદ્ધિ ; રાષ્ટ્રીય સાજા થવાનો દર 95%ને પાર થઇ ગયો, જે વિશ્વસ્તરે સૌથી વધુમાંનો એક છે
Live TV
-
ભારતે કોવિડ સામેની લડતમાં અનેક મહત્વપૂર્ણ લક્ષ્યો હાંસલ કર્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા પુષ્ટિ થયેલ કેસ 22,100ની નીચે આવી ગયા છે. દૈનિક નવા કેસ 161 દિવસ પછી 22,065 થઇ ગયા છે. નવા પુષ્ટિ થયેલા કેસ 7 જુલાઈ, 2020ના રોજ 22,252 હતા. દરરોજ મોટી સંખ્યામાં કોવિડ દર્દીઓ સ્વસ્થ થાય છે અને મૃત્યુદરમાં સતત ઘટાડો થતાં, ભારતના સક્રિય કેસમાં ઘટાડો નોંધવાનું વલણ સતત યથાવત છે. બીજી સિધ્ધિમાં સક્રિય કેસ 3.4 લાખથી નીચે આવી ગયા છે. દેશના કુલ પોઝિટીવ કેસ 3,39,820 છે અને હવે તે કુલ કેસના માત્ર 3.43% જ છે.
સક્રિય કેસનો ઘટાડો, સાજા થવાના કેસની સંખ્યાના વધારા દ્વારા પૂરક છે. કુલ સાજા થયેલા કેસ 94 લાખ (94,22,636) ને વટાવી ગયા છે. સક્રિય કેસ અને સાજા થયેલા કેસ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે અને તે હવે 90,82,816 થઈ ગયું છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર વધુ વધીને 95.12% થયો છે. ભારતનો સાજા થવાનો દર ઉચ્ચ કેસ ભારણવાળા દેશોની સરખામણીએ વિશ્વમાં સૌથી વધુમાંનો એક છે.
છેલ્લા 24 કલાકમાં 34,477 દર્દીઓ સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. નવા સાજા થયેલા કેસમાંથી 74.24% કેસ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે. મહારાષ્ટ્રમાં નવા સાજા થયેલા 4,610 કેસની સાથે એક દિવસમાં સાજા થયેલા કેસની મહત્તમ સંખ્યા નોંધાઈ છે. કેરળમાં 4,481 દર્દીઓ સ્વસ્થ થયા છે, ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં 2,980 લોકો સાજા થયા છે. નવા કેસોમાંથી 73.52% કેસ, 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે. મહારાષ્ટ્રમાં દૈનિક નવા 2,949 કેસ નોંધાયા છે. તેના પછી કેરળમાં 2,707 નવા કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 354 લોકોના મૃત્યુ થયા છે. આ મૃત્યુઆંકમાંથી 79.66% મૃત્યુ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં થયા છે. મહારાષ્ટ્ર અને દિલ્હી બંનેમાં 60 નવા મૃત્યુ સાથે સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં 43 દૈનિક મૃત્યુ થયા છે.