Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માંડવી ખાતેનાં ડીસેલીનેશન પ્લાન્ટ અને હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કનું કર્યું ખાતમુહૂર્ત

Live TV

X
  • ગુજરાતમાં કચ્છની પાકિસ્તાન બોર્ડર પાસે ધોરડો ખાતે બની રહેલા સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનો આજે પ્રધાનમંત્રી શિલાન્યાસ કર્યો. આ એનર્જી પાર્ક 72 હજાર હેક્ટર ક્ષેત્રમાં બનશે જે આશરે 30 ગીગાવૉટ જેટલી વીજળીનુ ઉત્પાદન કરશે. આ રિન્યુએબલ એનર્જી પાર્ક દેશનો સૌથી મોટો એનર્જી પાર્ક બનશે.

    સાથે જ માંડવી ખાતે બની રહેલા દરિયાના ખારા પાણીને પીવાલાયક પાણી બનાવતા ડિસેલિનેસન પ્લાન્ટનો પણ આજે પ્રધાનમંત્રીએ પણ ખાતમુહૂર્ત કર્યું. આ ડિસેલિનેસન પ્લાન્ટની ક્ષમતા 10 કરોડ લીટર પ્રતિ દિવસની છે. આ યોજનાથી આસપાસના ગામડાઓના લગભગ 8 લાખથી વધારે લોકોની પાણીની જરુરિયાત પુરી થશે. ગુજરાતમાં દહેજ, દ્વારકા, ઘોઘા-ભાવનગર અને ગિર-સોમનાથ બાદ આ પાંચમો ડિસેલિનેસન પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે. 

    આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરહદ ડેરીના અંજાર ખાતે બની રહેલ દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનો પણ આજે શિલાન્યાસ કરશે. આ પ્લાન્ટ 121 કરોડ રુપિયાના ખર્ચે નિર્માણ પામશે, જેની દૂધ પ્રોસેસિંગની ક્ષમતા 2 લાખ લીટર દૂધ પ્રતિ દિવસની હશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply