કોરોના વેકસીનને લઈ કેન્દ્ર સરકારે બહાર પાડી ઓપરેશનલ ગાઈડલાઈન
Live TV
-
દેશમાં કોરોના સામે સરકારના કડક પગલાંના કારણે સતત સારા પરિણામો મળી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાને માત આપીને સ્વસ્થ થનારા દર્દીઓનો રિકવરી દર વધીને 95.12% થયો છે. સરકારે રસીકરણને લઈને સંપુર્ણ તૈયરીઓ કરી લીધી છે અને કોરોનાને લઈને સરકારે ઓપરેશનલ ગાઈડલાઈન જાહેર કરી છે જે મુજબ રસી આપ્યા પછી 30 મિનિટ સુધી વ્યક્તિને ઓબ્ઝરવેશન હેઠળ રાખવામા આવશે. પ્રથમ ચરણમાં લગભગ 30 કરોડ લોકોને રસી આપવામા આવશે જેમા સ્વાસ્થ્યકર્મી, સફાઈ કામદારો, ફ્રન્ટ લાઈન વર્કર્સ, પેરામેડિકલ, સેનાના જવાનો, પોલીસ જવાનો અને વૃધ્ધ લોકોને પ્રાથમિકતા આપવામા આવશે. રસી આપવાનો સમય સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી રહેશે. ટીકાકરણ માટેનુ રજીસ્ટ્રેશન કો-વિન એપ્લીકેશન પર થશે. આ તરફ બાંગ્લાદેશ સરકારે સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સાથે ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા કોવિડ વેક્સિનનાં ત્રણ કરોડનો ડોઝ ખરીદવા માટે રવિવારે એક સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા હતાં. બાંગ્લાદેશ સરકારને આ ડોઝ 6 તબક્કામાં આપવામાં આવશે.