વિપક્ષ ખેડૂતોને કરી રહ્યો છે ભ્રમિત, અમારી સરકારે કૃષિમાં સુધારાની વર્ષો જૂની માંગને પૂરી કરી: PM મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ખેડૂત કલ્યાણ સરકારની પ્રાથમિકતા છે. કચ્છની મુલાકાત દરમ્યાન વિવિધ વિકાસ કામોના ખાતમુહુર્ત પ્રસંગે સંબોધનમાં તેમણે આ વાત કહી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિરોધ પક્ષો દ્વારા ભ્રમિત થયેલા ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ભૂતકાળમાં ખેડૂત સંગઠનો કૃષિ સુધારાની માગણી કરતા રહ્યા હતા. તત્કાલિન વિરોધ પક્ષોની સરકારો તે માગણી પુરી ના કરી શકી. વિરોધ પક્ષો પણ તે સમયે સુધારાનું સમર્થન કરી રહ્યા હતા. પરંતુ હવે વિરોધ પક્ષ ખેડૂતોને ભ્રમિત કરી રહ્યો છે.