12 રાજ્યોના 18 ખેડુત સંગઠનોએ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને કૃષિ કાયદાના સમર્થનમા આપ્યું આવેદન
Live TV
-
કૃષિ કાયદાના સમર્થનમાં ઓલ ઈન્ડિયા સમન્વય સમીતીથી જોડાયેલા 12 રાજ્યોના 18 ખેડુત સંગઠનોએ દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે મુલાકાત કરીને કૃષિ કાયદાના સમર્થનમા આવેદન આપ્યું હતું. આ ખેડુત સંગઠનોમા ઉત્તરપ્રદેશ, કેરળ, તમિલનાડુ, તેલંગણા, બિહાર, હરીયાણા , વગેરે રાજ્યોના કુલ 18 સંગઠનોએ ભાગ લીધો હતો. આ સંગઠનોએ કૃષી કાયદાને ખેડુતોના હિતમાં ગણાવ્યો. આ પ્રસંગે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મિડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, સરકાર ખેડુતોને અપીલ કરે છે કે સરકાર દ્વારા લેખીત પ્રસ્તાવ પર ખેડુતો ચર્ચા કરે તથા કૃષિ કાયદાને લઈને સરકાર ખેડુતો સાથે શક્ય તમામ વાતચીત કરવા માટે તૈયાર છે.