ભગવાન શિવની આરાધનાનો દિવસ મહાશિવરાત્રિ
Live TV
-
આજે ભગવાન શિવની આરાધનાનો દિવસ મહાશિવરાત્રિ છે. માન્યતા છે, કે આ દિવસે ભગવાન શિવના લગ્ન દેવી પાર્વતી સાથે થયા હતા.
આજે ભગવાન શિવની આરાધનાનો દિવસ મહાશિવરાત્રિ છે. માન્યતા છે, કે આ દિવસે ભગવાન શિવના લગ્ન દેવી પાર્વતી સાથે થયા હતા. શિવભક્તો આજના દિવસે શિવાલયોમાં બિલિપત્ર અને દૂધનો અભિષેક કરીને, શિવના ગુણગાન ગાય છે. દેશના બાર જ્યોતિર્લિંગો પર વિશેષ પૂજન અર્ચનનું આયોજન છે. બનારસમાં શિવમંદિરોમાં ભક્તોની ભીડ લાગેલી હતી. પ્રભુની નગરીમાં ભક્તો શિવમય બની ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ, શિવરાત્રિ પર્વે દેશવાસીઓને શુભકામના આપી છે. ભારતના પાડોશી દેશ નેપાળમાં પણ, શિવરાત્રિ પર્વ ઉલ્લાસપૂર્વક મનાવાઈ રહ્યું છે. પશુપતિનાથ મંદિરે પૂજા-અર્ચના માટે દેશ-વિદેશથી ભક્તો પહોંચ્યા છે. શિવરાત્રિ પર્વે મંદિરોની આસપાસ ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.