વિશ્વ રેડિયો દિવસની ઉજવણી પર પ્રધાનમંત્રીએ શુભકામના આપી
Live TV
-
આજે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે, આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામને શુભકામના આપી હતી
આજે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે, આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામને શુભકામના આપી હતી. પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તેમણે જણાવ્યું હતું, કે રેડિયો આપણને નજીક લાવે છે. મન કી બાત કાર્યક્રમની મદદથી હું સતત તે વાતનો અહેસાસ કરું છું. સંવાદનું આ માધ્યમ, હંમેશાં શિક્ષણ, સંશોધન અને મનોરંજનનો સ્રોત બની રહે તેવી તેમણે શુભકામના આપી હતી. કેન્દ્રિય માહિતી અને પ્રસારણમંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ, વિશ્વ રેડિયો દિવસ પ્રસંગે શુભકામના વ્યક્ત કરી હતી. તેમણે પણ ટ્વીટર પર લખ્યું હતું, કે રેડિયો આપણા જીવનને અનેક રીતે પ્રભાવિત કરતો રહ્યો છે. રેડિયોનો અવાજ આપણા જીવનમાં રંગ ભરી દે છે.