Skip to main content
Settings Settings for Dark

ભયાવહ ચક્રવાતમાં ફેરવાશે Mocha, બંગાળની ખાડીના મધ્યમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી આશંકા

Live TV

X
  • બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં ઉદ્ભવેલું ચક્રવાત Mocha ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ ચક્રવાત ઉત્તર દિશામાં આગળ વધીને બંગાળની ખાડીના મધ્યમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી આશંકા છે. તે રવિવારે બપોરે 150-160 કિલોમીટરની ઝડપથી દક્ષિણપૂર્વ બાંગ્લાદેશ અને ઉત્તરી મ્યાનમારના મેદાની વિસ્તારને પાર કરી શકે છે. જેની અસરથી આંદામાન અને નિકોબાર દ્વિપ-સમુહમાં ભારે વરસાદ થવાની આશંકા સેવવામાં આવી રહી છે. હવામાન વિભાગ અનુસાર આ ચક્રવાતથી ત્રિપુરા અને મિઝોરોમમાં શનિવાર અને રવિવારે વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડવાનું અનુમાન છે. આ ઉપરાંત કર્ણાટક, તામિલનાડુના મેદાની વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

    IMDની ચેતવણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. NDRF કમાન્ડન્ટ ગુરમિન્દર સિંહે જણાવ્યું કે, અમે 8 ટીમો તૈનાત કરી છે. NDRFના 200 બચાવકર્મીઓ જમીન પર તૈનાત છે અને 100 બચાવકર્તાને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply