Skip to main content
Settings Settings for Dark

CBSEએ ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ કર્યું જાહેર, ગત વર્ષના પરિણામ કરતા 5.38 ટકાનો ઘટાડો

Live TV

X
  • સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વાર આજે ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. CBSE 12મા ધોરણનું 87.33 ટકા પરિણામ જાહેર કર્યુ છે. ગત વર્ષના પરિણામ કરતા 5.38 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે 92.71 ટકા પરીણામ આવ્યું હતું. આ વર્ષે લગભગ 16.9 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી, CBSE દ્વારા આ પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 5 એપ્રિલ 2023 દરમિયાન લેવામાં આવી હતી.

    બોર્ડનો આવકાર દાયક નિર્ણય સૌ વધાવી રહ્યા છે, પરિણામ જાહેર કરતા બોર્ડે કહ્યું કે, આ વખતે CBSEએ નિર્ણય લીધો છે કે આ વર્ષે તે પરિણામ સાથે વિદ્યાર્થીઓના પ્રથમ, બીજા અને ત્રીજા વિભાગની માહિતી નહીં આપે. વિદ્યાર્થીઓને બિનજરૂરી સ્પર્ધાથી બચાવવા માટે આ વર્ષે મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું નથી.

    વિદ્યાર્થીઓ CBSE ની સત્તાવાર વેબસાઇટ, cbseresults.nic.in, results.cbse.nic.in અને cbse.gov.in પર પરીક્ષાના પરિણામો જોઈ અને ડાઉનલોડ કરી શકશે. આ સિવાય CBSE બોર્ડની પરીક્ષા ધોરણ 10, 12ના પરિણામો ઉમંગ એપ અને ડિજીલોકર પર પણ ઉપલબ્ધ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply