Skip to main content
Settings Settings for Dark

ભાજપના અધ્યક્ષ અમિત શાહે રજૂ કર્યું એન.ડી.એ. ના ચાર વર્ષના શાસન અંગેનું રીપોર્ટ કાર્ડ 

Live TV

X
  • સરકારના અધિકારીઓ અને ભાજપના કાર્યકરોની સહિયારી મહેનતથી 16,850 ગામોમાં સરકારની ઉજ્જવલા, ઉજાલા જન-ધન, સૌભાગ્ય, પ્રધાન મંત્રી વીમા યોજના અને રસીકરણ સહિતની સાત યોજનાને ઘર ઘર સુધી પહોંચાડવામાં આવી છે

    ભાજપના અધ્યક્ષ અમિત શાહે મંગળવારે એન.ડી.એ. ના ચાર વર્ષના શાસન અંગે રીપોર્ટ કાર્ડ રજૂ કરતાં એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 14 એપ્રિલથી 15 મે સુધી સરકારે ગ્રામ સ્વરાજ યોજના અભિયાન હેઠળ અનોખો પ્રયત્ન કર્યો હતો. આ સમય ગાળામાં સરકારના અધિકારીઓ અને ભાજપના કાર્યકરોની સહિયારી મહેનતથી 16,850 ગામોમાં સરકારની ઉજ્જવલા, ઉજાલા જન-ધન, સૌભાગ્ય, પ્રધાન મંત્રી વીમા યોજના અને રસીકરણ સહિતની સાત યોજનાને ઘર ઘર સુધી પહોંચાડી દીધી છે. આ ગામોના તમામ ઘરમાં વીજળી પહોંચી ચૂકી છે અને ગેસ જોડાણ પણ પહોંચી ચૂક્યા છે. તમામ ઘરને જનધન ખાતાથી સજ્જ કરીને વીમા યોજનાઓનો લાભ મળતો થાય તે કામગીરી પણ પૂરી થઈ ચૂકી છે. તેમણે એમ પણ જણાવ્યું કે 15 ઓગસ્ટ 2018 સુધીમાં 115 જિલ્લાના એક હજારથી વધુ વસતી ધરાવતા 45 હજાર ગામોમાં પણ ગ્રામ સ્વરાજ યોજના અભિયાન હાથ ધરીને તમામ અધિકારો અને લાભો ગામ લોકો સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply