ભાજપના ઉમેદવાર સમીક ભટ્ટાચાર્ય અને પક્ષના નેતા મુકુલ રોય ઉપર નાગર બજાર વિસ્તારમાં હુમલો
Live TV
-
સમીક ભટ્ટાચાર્યે દાવો કર્યો છે કે, તેની ઉપર TMC કેડર દ્વારા હુમલો થયો છે. ભાજપે દમદમ લોકસભા બેઠક ઉપર TMCના સિટીંગ MP સુગાતુ રોય સામે ટિકિટ આપી છે.
દમદમ લોકસભાના ભાજપના ઉમેદવાર સમીક ભટ્ટાચાર્ય અને પક્ષના નેતા મુકુલ રોય ઉપર નાગર બજાર વિસ્તારમાં હુમલો થયો હતો. સમીક ભટ્ટાચાર્યે દાવો કર્યો છે કે, તેની ઉપર TMC કેડર દ્વારા હુમલો થયો છે. ભાજપે દમદમ લોકસભા બેઠક ઉપર TMCના સિટીંગ MP સુગાતુ રોય સામે ટિકિટ આપી છે. ગઈ મોડી રાત્રે ભાજપના નેતાની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ પ્રધાનમંત્રીની જનસભામાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે કેટલાંક લોકોએ સમીક ભટ્ટાચાર્ય અને મુકુલ રોયના કાફલા ઉપર હુમલો કર્યો હતો. પોલીસે આ હુમલાની તપાસ શરૂ કરી છે.
