ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે તેલંગાણામાં પ્રચાર કરશે
Live TV
-
ભાજપે પોતાના એક્સ હેન્ડલ પર વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના આજના ચૂંટણી પ્રવાસનો કાર્યક્રમ શેર કર્યો
ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતા, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે તેલંગાણાના ચૂંટણી પ્રવાસ પર છે. ભાજપે પોતાના એક્સ હેન્ડલ પર વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના આજના ચૂંટણી પ્રવાસનો કાર્યક્રમ શેર કર્યો છે. આ સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન મોદીના 400 ને પાર કરવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે શાહ દિવસ-રાત પ્રચાર કરી રહ્યા છે.
બીજેપીના એક્સ હેન્ડલ અનુસાર શાહ આજે સવારે 10:30 વાગ્યે તેલંગાણાના ભોંગિર લોકસભા મતવિસ્તારમાં જાહેર સભા કરશે. નોંધનીય છે કે સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ પૂર્ણ થયું છે. ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર સરેરાશ 64 ટકા મતદાન થયું હતું.
હવે તમામ નેતાઓની નજર 13 મેના રોજ યોજાનાર ચોથા તબક્કાના મતદાન પર છે. ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકોનો સમાવેશ થાય છે. આ રાજ્યો આંધ્ર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ છે.