ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના પ્રવાસે જશે
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સૌથી પહેલા આજે ઉત્તર પ્રદેશથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે
ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના ચૂંટણી પ્રવાસે જશે. ભાજપે પોતાના એક્સ હેન્ડલ પર વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના આજના ચૂંટણી પ્રવાસનો કાર્યક્રમ શેર કર્યો છે. આ લોકસભા ચૂંટણી 2024 માં વડાપ્રધાન મોદીના 400 ને પાર કરવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે કેન્દ્રીય મંત્રી દિવસ-રાત પ્રચાર કરી રહ્યા છે.
બીજેપીના એક્સ હેન્ડલ મુજબ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સૌથી પહેલા આજે ઉત્તર પ્રદેશથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. તેઓ બપોરે 12 વાગ્યે લખીમપુરના GIC (સરકારી ઇન્ટર કોલેજ) મેદાનમાં ભાજપની જાહેર સભાને સંબોધશે. આ પછી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હરદોઈ પહોંચશે. બપોરે 1.30 કલાકે CSN પીજી કોલેજ ગ્રાઉન્ડ ખાતે તેમની જાહેર સભા યોજાશે. હરદોઈથી તેઓ કન્નૌજ પહોંચશે. શાહ બપોરે સાડા ત્રણ વાગ્યે કન્નૌજના તિરવા ખાતે જાહેર સભાને સંબોધશે. ડીએન ઇન્ટર કોલેજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આ જાહેર સભા યોજાવાની છે. અહીંથી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સીધા મહારાષ્ટ્ર પહોંચશે. મહારાષ્ટ્રના જાલનામાં સાંજે 6 વાગ્યે તેમની જાહેરસભા યોજાશે.