ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ બાદ ઝારખંડના સિંહભૂમમાં ધૂઆંધાર પ્રચાર કર્યો
Live TV
-
ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ બાદ ઝારખંડના સિંહભૂમમાં ધૂઆંધાર પ્રચાર કર્યો હતો. તેમણે જનસભાને સંબોધતા કોંગ્રેસને ભીંસમાં લેતા કહ્યું કે હવે કોંગ્રેસની નજર અનુસૂચિત જાતિ જનજાતિ અને પછાત વર્ગો, આદિવાસીઓ, ઓબીસીના આરક્ષણ પર છે. કોંગ્રેસને એ વાતનો ગુસ્સો છે કે આજે દેશમાં સૌથી વધુ આદિવાસી ભાજપમાં છે. અને કોંગ્રેસ આરક્ષણથી તૃષ્ટિકણની રાજનીતિ કરવા માંગે છે. તેમજ તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસ અને જેએમએમ વચ્ચે લૂંટ અને ભ્રષ્ટાચારની મોટી રેસ ચાલી રહી છે.
આ ભૂમિ આદિવાસીઓની છે પરંતુ, કોંગ્રેસે ક્યારેય આદિવાસીઓનું સન્માન નથી કર્યું. નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં વર્ધમાન, કૃષ્ણાનગર અને બોલપુરમાં પણ પ્રચાર કરીને જનસભાને સંબોધતા ટીએમસી તેમજ મમતા સરકારને ઘેરી હતી. તો ઇન્ડિ ગઠબંધન ઉપર વાક પ્રહાર કરતા કહ્યું કે આ ગઠબંધન દેશના ભવિષ્ય માટે કંઈ સારું વિચારી શકે છે ખરું?