ભાજપના સ્થાપના દિવસ નિમિતે મુંબઈમાં અમિત શાહનું સંબોધન
Live TV
-
કેન્દ્ર ઉપરાંત દેશના ઘણા રાજ્યોમાં સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી પોતાનો 39મો સ્થાપના દિવસ જોરશોરથી ઊજવી રહી છે.
કેન્દ્ર ઉપરાંત દેશના ઘણા રાજ્યોમાં સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી પોતાનો 39મો સ્થાપના દિવસ જોરશોરથી ઊજવી રહી છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે મુંબઈમાં એક મોટી રેલીને સંબોધિત કરી. આ રેલીમાં શાહે કહ્યું કે, મોદીના પૂરના ડરથી સાપ, નોળિયો, કૂતરો બધા એકસાથે ભેગા મળીને ચૂંટણી લડી રહ્યા છે. સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 સંસદીય ક્ષેત્રોના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે.
રેલીને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે ભારતના લોકતંત્રના ઇતિહાસમાં બીજેપીના કાર્યકર્તાઓએ સૌથી વધુ બલિદાન આપ્યા છે. શાહે પોતાના ભાષણમાં કાર્યકર્તાઓને પાર્ટીના અસલી માલિક ગણાવ્યા છે. 38 વર્ષ પહેલા અટલજીએ મુંબઈમાં બીજેપીની સ્થાપના કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે 'અંધેરા છટેગા, સૂરજ નિકલેગા ઔર કમલ ખિલેગા.' આજે આખા દેશમાં કમળ ખિલેલું છે.
અમિત શાહે કહ્યું કે જ્યારે પૂર આવે છે તો જંગલમાં દરેક વૃક્ષ પડી જાય છે, પરંતુ વટવૃક્ષ ઊભું રહે છે. જ્યારે પૂર આવે છે ત્યાપે સાપ-કૂતરા-બિલાડી બધા પોતપોતાને બચાવવા માટે ઝાડ પર ચડી જાય છે.શાહે કહ્યું કે મોદીના પૂરના ડરથી સાપ, નોળિયો, કૂતરો બધા એકસાથે ભેગા મળીને ચૂંટણી લડી રહ્યા છે. આજે મોદીજીના નેતૃત્વમાં બીજેપીની સરકાર 20થી વધુ રાજ્યોમાં છે. 2019માં એકવાર ફરી બીજેપી બહુમતીથી સરકાર બનાવશે.
અમિત શાહે કહ્યું કે જ્યારે પૂર આવે છે તો જંગલમાં દરેક વૃક્ષ પડી જાય છે, પરંતુ વટવૃક્ષ ઊભું રહે છે. (ફાઇલ)
મુંબઈ: કેન્દ્ર ઉપરાંત દેશના ઘણા રાજ્યોમાં સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી પોતાનો 39મો સ્થાપના દિવસ જોરશોરથી ઊજવી રહી છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે મુંબઈમાં એક મોટી રેલીને સંબોધિત કરી. આ રેલીમાં શાહે કહ્યું કે, મોદીના પૂરના ડરથી સાપ, નોળિયો, કૂતરો બધા એકસાથે ભેગા મળીને ચૂંટણી લડી રહ્યા છે. સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 સંસદીય ક્ષેત્રોના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે.રેલીને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે ભારતના લોકતંત્રના ઇતિહાસમાં બીજેપીના કાર્યકર્તાઓએ સૌથી વધુ બલિદાન આપ્યા છે. શાહે પોતાના ભાષણમાં કાર્યકર્તાઓને પાર્ટીના અસલી માલિક ગણાવ્યા છે. 38 વર્ષ પહેલા અટલજીએ મુંબઈમાં બીજેપીની સ્થાપના કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે 'અંધેરા છટેગા, સૂરજ નિકલેગા ઔર કમલ ખિલેગા.' આજે આખા દેશમાં કમળ ખિલેલું છે.
અમિત શાહે કહ્યું કે જ્યારે પૂર આવે છે તો જંગલમાં દરેક વૃક્ષ પડી જાય છે, પરંતુ વટવૃક્ષ ઊભું રહે છે. જ્યારે પૂર આવે છે ત્યાપે સાપ-કૂતરા-બિલાડી બધા પોતપોતાને બચાવવા માટે ઝાડ પર ચડી જાય છે.
શાહે કહ્યું કે મોદીના પૂરના ડરથી સાપ, નોળિયો, કૂતરો બધા એકસાથે ભેગા મળીને ચૂંટણી લડી રહ્યા છે. આજે મોદીજીના નેતૃત્વમાં બીજેપીની સરકાર 20થી વધુ રાજ્યોમાં છે. 2019માં એકવાર ફરી બીજેપી બહુમતીથી સરકાર બનાવશે.