ભાજપાધ્યક્ષ જેપી નડ્ડા બંગાળના પ્રવાસે, રાધા ગોવિંદ મંદિરમાં કરી પૂજા
Live TV
-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં એક રેલીને સંબોધીને કૃષક સુરક્ષા અભિયાનનો પ્રારંભ કર્યો હતો.
કૃષક સુરક્ષા અભિયાનનો પ્રારંભ કરતાં તેમણે જણાવ્યુ હતું કે, આજથી આગામી તા. 24 મી જાન્યુઆરી સુધી પાર્ટીના કાર્યકર્તાઓ ચાર હજાર ગ્રામસભાઓમાં જઈને ખેડૂતો સાથે અન્ન લેશે અને રાજ્યમાં ભાજપની સરકાર આવે તે અંગે કાર્ય કરશે.
આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ રાધા ગોવિંદ મંદિરમાં જઈને દર્શન તેમજ પૂજા અર્ચના કરી હતી. બંગાળ યાત્રા દરમ્યાન તેઓ કટવા વિસ્તારના એક ખેડૂતના ઘરે કેળાના પાન પર ભોજન પણ કર્યું હતું. તેમની સાથે બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ પણ હતા.
