આનંદો! 16મી જાન્યુઆરીથી દેશમાં શરૂ થશે રસીકરણ અભિયાન
Live TV
-
11મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે આ અંગે બેઠક કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 ની સ્થિતિ અને કોવિડ-19 ના રસીકરણ માટેની સજ્જતા અંગેની સમીક્ષા કરી હતી. આ સમિક્ષા બાદ પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યુ હતું કે, આગામી તા.16 મી જાન્યુઆરી, 2021 ના રોજ એટલે કે, લોહરી, મકરસંક્રાંતિ, પોંગલ, માગ બિહુ, સહિતના આગામી તહેવારો પછી કોરોના સામેની રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
16મી જાન્યુઆરીથી સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવનાર કોરોના રસીકરણમાં સૌ પ્રથમ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન કામદારોને અગ્રતા આપવામાં આવશે, જેની અંદાજિત સંખ્યા આશરે ત્રણ કરોડ જેટલી છે. ત્યાર બાદ 50 વર્ષથી વધુ વયના અને કો-મોર્બિડિટી ધરાવતા એવા 50 વર્ષથી નીચેની વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવશે. જેની સંખ્યા આશરે 27 કરોડની છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કોવિડ-19 રસીકરણ અંગે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની તૈયારીઓની સાથે દેશમાં કોવિડ-19 ની સ્થિતિની સમિક્ષા કરવા માટે આજે એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ, સ્વાસ્થ્ય સચિવ અને અન્ય સંબંધિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ કોવિડ-19 ની વ્યવસ્થાની સ્થિતિ સહિતના વિવિધ મુદ્દાઓને સાંકળીને તેની વિસ્તૃત અને વ્યાપક સમિક્ષા કરી હતી. ભારતમાં બનેલી બે રસી કોવિશિલ્ડ અને કોવાક્સિનની માટે રાષ્ટ્રીય નિયામક દ્વારા આપાતકાલીન સુરક્ષા પ્રાધિકરણ અથવા ત્વરિત સ્વીકૃતિ આપવામાં આવી હતી, અને તેની સુરક્ષા અને પ્રતિરક્ષાત્મકતા સ્થાપિત કરવામાં આવી હતી.
આ સાથે ગુજરાતમાં પણ 16મી જાન્યુઆરીથી રસીકરણનું પ્રારંભ થશે..જેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટવીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા...મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતે આ રસીકરણ અભિયાનની શરુઆત માટેની તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
