Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 16માં ભારતીય પ્રવાસ દિવસનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 16માં ભારતીય પ્રવાસ દિવસનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું છે. કાર્યક્રમનો શુભારંભ તેમણે 2021ની શુભકામના સાથે કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં જણાવ્યું કે, 60 અલગ અલગ દેશોમાં રહેલ આશરે 240 મહોનુભાવોને પ્રવાસી ભારતીય સન્માન આપવામાં આવ્યું છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 16માં ભારતીય પ્રવાસ દિવસનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું  છે. કાર્યક્રમનો શુભારંભ તેમણે 2021ની શુભકામના સાથે કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં જણાવ્યું કે, 60 અલગ અલગ દેશોમાં રહેલ આશરે 240 મહોનુભાવોને પ્રવાસી ભારતીય સન્માન આપવામાં આવ્યું છે. આ આંકડો બતાવે છે કે જડથી ભલે આપણે અલગ થઇ ગયા પરંતુ નવી પેઠી સાથેનું જોડાણ વધી રહ્યું છે. આ કાર્યક્રમમાં સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોકી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં છે. ડિજિટલ માધ્યમથી સમ્મેલનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન સત્ર પછી બે પૂર્ણ અધિવેશન થશે. પહેલાં સત્રમાં આત્મનિર્ભર ભારત પર ફોકસ કરવામાં આવશે. આ સત્રમાં આત્મનિર્ભર ભારત પર પ્રવાસી ભારતીયોની ભૂમિકા ઉપર વિદેશમંત્રી અને વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી સંબોધન કરશે. જ્યારે બીજા સત્રમાં કોવિડ યુગ પછીના પડકારો ઉપર ચર્ચા કરવામાં આવશે. બંને સત્રમાં પેનલ ચર્ચાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ભારતીય પ્રવાસ દિવસનાં સમ્મેલનનું સમાપન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવશે. વિશ્વમાં દેશનું નામ રોશન કરનારા પ્રવાસી ભારતીય સન્માન 2020-21ના પુરસ્કાર વિજેતાના નામની જાહેરાત કરવામાં આવશે. ભારતના વિકાસમાં પ્રવાસી ભારતીય સમૂદાયના યોગદાનને દર્શાવવા માટે દર વર્ષે 9મી ડિસેમ્બરે ભારતીય પ્રવાસ દિવસ ઉજવવામાં આવે છે. 1915માં મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા અને ભારતના સ્વતંત્ર સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. ભારતીય પ્રવાસ દિવસ ઉજવવાની શરૂઆત 2003થી સ્વર્ગીય લક્ષ્મી સિંઘલ સિંધમના કહેવાથી થઇ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply