ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ J.P. નડ્ડા આજથી કેરળના બે દિવસીય પ્રવાસે
Live TV
-
ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી કેરળના બે દિવસીય પ્રવાસે જશે આજે તેમનો એક રોડ શો નો કાર્યક્રમ છે.
ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી કેરળના બે દિવસીય પ્રવાસે જશે. આજે તેમનો એક રોડ શો નો કાર્યક્રમ છે. આ ઉપરાંત તેઓ રાજ્ય સમિતિ કાર્યાલયની પણ મુલાકાત લેશે. નડ્ડા આજે એક પત્રકાર પરિષદને પણ સંબોધશે. સાંજે તેમનો પદ્મનાભ મંદિર જવાનો કાર્યક્રમ છે. ભાજપના અધ્યક્ષ જે.પી નડ્ડાએ આગામી વિધાનસભા ચૂટણી માટે ઘણા પાર્ટી પ્રભારીઓની નિયુક્તી કરી છે. નરેન્દ્ર સિંહ તોમરને આસામના પ્રભારી બનાવવામાં આવ્યાં છે. સાથે પ્રહલાદ જોશીને કેરળના પ્રભારી બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત જી કીશન રેડ્ડીને તામિલનાડુ માટે પ્રભારી બનાવ્યાં છે.
