એશિયાનો સૌથી મોટો એરો-શો આજથી બેંગલુરૂમાં શરૂ
Live TV
-
એશિયાનો સૌથી મોટો એરો-શો આજથી બેંગલુરૂમાં શરૂ થઇ ચુક્યો છે શો નું ઉદધાટન રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું
એશિયાનો સૌથી મોટો એરો-શો આજથી બેંગલુરૂમાં શરૂ થઇ ચુક્યો છે. ત્રણ દિવસના આ શો નું ઉદધાટન રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું. કોવિડ મહામારીના પગલે પ્રથમવાર તેને હાઇબ્રિડ પ્રારૂપમાં યોજવામાં આવ્યું છે. 13માં એરો ઇન્ડીયા શો માં વર્ચીયુલ અને ભૌતિકરૂપે ભાગ લેવાનો અવસર છે. આ વખતે રક્ષા ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધી ને દર્શાવવામાં આવ્યું છે. દેશમાં જ તૈયાર થયેલ વિમાન- રડાર મિશાઇલ તેમજ અન્ય રક્ષા ઉપકરણોને દર્શાવવામાં આવ્યાં છે. પ્રથમવાર એરો ઇન્ડિયા શો માં હિન્દ મહાસાગર સબંધીત 27 દેશોના રક્ષામંત્રી ચર્ચામાં ભાગ લેશે. બીજી બાજુ વિવિધ દેશોના એર ઓફ ચીફ સ્ટાફ ની મિટીંગ પણ કરવામાં આવશે. આ બેઠકમાં યુધ્ઘ કૌશલ અને પરસ્પર સહયોગ ઉપર ચર્ચા થશે. કોવિડના કારણે તમામ સાવધાની રાખવામાં આવી છે. અને આયોજનમાં સામેલ થનાર લોકો માટે RTPCR નેગેટીવ રીપોર્ટ હોવો જરૂરી છે. રક્ષામંત્રીએ ગઇકાલે કહ્યું કે, ભારત પોતાની રક્ષામાટે બીજા દેશો ઉપર નિર્ભર ન રહી શકે. ભારત આત્મનિર્ભર ભારત હેઠળ પોતાના રક્ષા ઉત્પાદનને વિકસાવવાની દિશામાં તત્પર છે. આ શો 5 ફેબ્રુઆરી સુધી ચાલશે.
