Skip to main content
Settings Settings for Dark

ભાજપે ઉમેદવારોની દસમી યાદી જાહેર કરી

Live TV

X
  • ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ, બુધવારે કુલ નવ લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી હતી, જેમાં ઉત્તર પ્રદેશની સાત, ચંદીગઢની એક અને પશ્ચિમ બંગાળની એક બેઠકનો સમાવેશ થાય છે.

    આ વખતે પાર્ટીએ એસએસ અહલુવાલિયાને, પશ્ચિમ બંગાળની બર્ધમાનને બદલે આસનસોલ લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. અહીં ભાજપના પૂર્વ નેતા શત્રુઘ્ન સિંહા તૃણમૂલની ટિકિટ પર મેદાનમાં છે. પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરને બલિયાથી ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સંજય ટંડનને ચંદીગઢથી ટિકિટ આપવામાં આવી છે.

    આજે જાહેર કરાયેલા નામોની યાદી આ પ્રમાણે છે - ચંદીગઢથી સંજય ટંડન, મૈનપુરીથી જયવીર સિંહ ઠાકુર, કૌશામ્બીથી વિનોદ સોનકર, ફુલપુરથી પ્રવીણ પટેલ, અલ્હાબાદથી નીરજ ત્રિપાઠી, બલિયાથી નીરજ શેખર, મછલિશહર (એસસી) થી બીપી સરોજ, ગાઝીપુરથી પારસનાથ રાય અને આસનસોલથી એસ.એસ. અહલુવાલિયા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply