ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી મોદી વારાણસીથી લડશે ચૂંટણી
Live TV
-
ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે.
આગામી લોકસભા ચૂંટણી-2019 માટે ભારતીય જનતા પાર્ટીએ 184 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પત્રકાર પરિષદ યોજીને ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગરથી ટિકિટ આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ લખનઉથી ચૂંટણી લડશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નાગપુર, સ્મૃતિ ઈરાની અમેઠી, મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજન ચૂંટણી લડશે.
લાલકૃષ્ણ અડવાણીને ટિકીટ આપવામાં આવી નથી... અન્ય મુખ્ય નેતાઓમાં નિતીન ગડકરી નાગપુરથી, સ્મૃતિ ઇરાની અમેઠીથી જ્યારે રાજનાથસિંહ લખનૌથી લડશે...ઉન્નાવથી સાક્ષી મહારાજ, વી.કે.સિંહ ગાજીયાબાદ, દાદરા નગર હવેલીમાંથઈ નટુ પટેલનું નામ જાહેર થયું હતું...મુઝ્ઝફરનગરથી સંદીપ બાલિયાનને ઉમેદવાર બનાવાયાં છે.... મેરઠથી રાજેદ્ર્ અગ્રવાલને ટિકીટ ફાળવવામાં આવી છે....હેમામાલિનીને ફરી વખત મથુરાની ટીકીટ આપવાામાં આવી છે....અરૂણાચલ ઇસ્ટથી કિરણ રિજ્જુને ઉમેદવાર બનાવાયાં છે...મુંબઇ નોર્થ સેન્ટ્રલમાંથી પૂનમ મહાજનને ટીકીટ અપાઇ છે...મહારાષ્ટ્રના બીડમાંથી પ્રિતમ મૂંડને ટીકીટ ..સત્યપાલ સિંહ બાગપતથી લડશે..કર્ણાટક ઉડીપીથી કુમારી શોભા, બેંગલોર નોર્થ માં સદાનંદ ગૌડા, હાસનથી એ.મંજુ, ઉત્તર કર્ણાટકથી અનંત હેગડે, મુરાદાબાદથી સર્વેસકુમાર, બરેલીથી સંતોષ ગંગવાર, મુંબઇ નોર્થ ગોપાલ શેટ્ટી, નોઇડાથી મહેશ શર્માને ટિકીટ અપાઇ છે..શ્રીનગરથી ખાલિદ જહાંગીર ઉમેદવાર બનાવાયાં.. ઉધમપુરમાંથી જીતેન્દ્રસિંહને ઉમેદવાર બનાવાયાં છે..બિકાનેર અર્જૂન રામ મેઘવાલ, રાજ્યવર્ધનસિંહ રાઠોર જયપુર ગ્રામીણથી લડશે. ભાજપ દ્વારા વધુ ઉમેદવારોની યાદી પણ તબક્કા વાર રીતે જાહેર કરાશે..
