Skip to main content
Settings Settings for Dark

ચૂંટણી આચાર સંહિતા દરમિયાન ચૂંટણી પંચે રોકડની હેરફેર માટે માર્ગદર્શિકા કરી જાહેર

Live TV

X
  • ચૂંટણી આચાર સંહિતા દરમિયાન પક્ષ, પક્ષના કાર્યકર, ઉમેદવાર અંગે રોકડની હેરફેર માટે ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

    ચૂંટણી આચાર સંહિતા દરમિયાન પક્ષ, પક્ષના કાર્યકર, ઉમેદવાર અંગે રોકડની હેરફેર માટે ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ મુરલી ક્રિષ્ણાએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ચૂંટણીના સમયગાળા દરમિયાન રાજકીય પક્ષોના નેતા, ઉમેદવાર અને પક્ષના કાર્યકરો માટે રોકડ રકમ સાથે રાખવા બાબતે માર્ગદર્શિકા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન ઉમેદવાર કે તેના એજન્ટ કે પક્ષનો કોઈ કાર્યકર પાસે ચૂંટણી સંબંધિત સામગ્રી, પોસ્ટર્સ સાથેના કોઈ વાહનમાં રૂપિયા 50 હજારથી વધુ રોકડ મળી આવશે, અથવા વાહનમાં કોઈપણ પ્રકારના હથિયાર, દારૂ અથવા રૂપિયા 10 હજારથી વધુ કિંમતની એવી ભેટ-સોગાદો મળી આવશે, જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની શક્યતા હોય અથવા કોઈ ગેરકાનૂની વસ્તુઓ લઈ જવાતી જણાશે તો તે જપ્તીને પાત્ર રહેશે.આ તપાસ અને જપ્તીની સમગ્ર ઘટના વિડીયો ટુકડી દ્વારા સ્થળ પર જ વીડીયો તથા સીસીટીવીમાં કેપ્ચર કરવામાં આવશે. વિડીયો સીડીની નકલ દરરોજ ચૂંટણી અધિકારીને મોકલવામાં આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, લોકસભાની સામાન્ય ચૂંટણી માટે આચાર સંહિતા ચૂંટણી જાહેરાતથી અમલમાં આવી છે. સમગ્ર રાજ્યમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લાકક્ષાએ ચૂંટણી તંત્રને સજ્જ કરાયું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply