ભાજપે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને મંડી બેઠક પરથી ઉમેદવાર જાહેર કરતા રાજકારણ ગરમાયું
Live TV
-
આ અંગે કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે અભદ્ર ટિપ્પણી કરતા રાજકીય વિવાદ સર્જાયો
ભાજપે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને મંડી બેઠક પરથી ઉમેદવાર જાહેર કરતા જ રાજકારણ શરૂ થઈ ગયું છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે અભદ્ર ટિપ્પણી કરતા રાજકીય વિવાદ સર્જાયો છે. વિવાદ વધારે વકરતા સુપ્રિયા શ્રીનેતે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી તેમણે કરેલી પોસ્ટ દૂર કરી દીધી હતી. તેમજ જણાવ્ચું હતું કે, તેમનું એકાઉન્ટ હેક થઈ ગયું છે. તો બીજી તરફ કંગના રનૌતે પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જ સુપ્રિયા શ્રીનેતની ટિપ્પણીનો જવાબ આપ્યો હતો કે, મહિલાઓનું સન્માન કરતા શીખો, મેં મારી કારકિર્દીમાં અલગ અલગ મહિલાના પાત્ર નિભાવ્યા છે. ભાજપનાં દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર પલટવાર કરતા કહ્યું કે, આ ટીપ્પણીથી એમની વિચારધારા છતી થાય છે. તો ભાજપના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ સનાતન શક્તિ, નારી શક્તિ, યુવા તેમજ સેન્ય શક્તિનું અપમાન કરી રહી છે.