ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે ઈમરજન્સીના વિરોધમાં કાર્યક્રમને સંબોધશે
Live TV
-
વર્ષ 1975માં ઈન્દિરા ગાંધીએ દેશમાં લાદેલી ઈમરજન્સી એટલે કે કટોકટીના વિરોધમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીયમંત્રી જે. પી. નડ્ડા આજે બપોરે 'ડાર્ક ડે ઓફ ડેમોક્રસી' કાર્યક્રમને સંબોધશે.
ભાજપ મુખ્યાલય ખાતે આયોજીત થનારા આ કાર્યક્રમ અંગે ભાજપે એક્સ પર ટ્વીટ કરીને માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા સત્રના પ્રથમ દિવસે તેમના વ્કતવ્યમાં ઈમરજન્સીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે 25 જૂન એ ભૂલી જવાનો દિવસ નથી. આ દિવસે બંધારણનો સંપૂર્ણ અસ્વીકાર કરવામાં આવ્યો હતો. 25 જૂન 1975ના રોજ 21 મહિના માટે ઈમરજન્સી લાદવામાં આવી હતી અને તે 21 માર્ચ 1977 સુધી ચાલી હતી. આ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સરકારની મનસ્વીતાનો યુગ હતો. તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે કેન્દ્રમાં ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારની ભલામણ પર બંધારણની કલમ 352 હેઠળ કટોકટી જાહેર કરી હતી.
તે એક રેકોર્ડ છે કે 1971ની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીએ યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટીના ઉમેદવાર રાજનારાયણને હરાવ્યા હતા. રાજનારાયણે ઈંદિરા પર સરકારી મશીનરી અને સંસાધનોના દુરુપયોગ અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા અલ્હાબાદ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. 12 જૂન, 1975ના રોજ હાઈકોર્ટના ન્યાયાધીશ જગમોહન લાલ સિન્હાએ ઈન્દિરા ગાંધીને દોષિત ઠેરવ્યા. તેમની ચૂંટણી અમાન્ય જાહેર કરવામાં આવી હતી અને તેમને 6 વર્ષ સુધી કોઈપણ ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આના ડરથી દેશમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી હતી.
