ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ બિહારના જમુઈમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી
Live TV
-
ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ બિહારના જમુઈમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. જમુઈમાં યોજાયેલ આ સભાથી બિહારમાં એનડીએની ચૂંટણી રેલીઓની શરૂઆત થઈ છે. આ પહેલી ચૂંટણી સભામાં તમામ ઘટક પક્ષોના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. રેલીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં બિહારે ખૂબ મોટી ભૂમિકા ભજવી છે.
બિહારની ધરતી દેશને આગળ વધવા દિશા આપી રહી છે. અને હવે બિહારનો ઝડપથી વિકાસ કરવાનો સમય આવી ગયો છે. ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ જંગલરાજ અને નક્સલવાદ મુદ્દે આરજેડી પર તંજ પણ કસ્યો હતો. તો સાથે જ રામમંદિર બનતું અટકાવવા મુદ્દે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા.