Skip to main content
Settings Settings for Dark

ભારતએ મેળવ્યો માતૃત્વ મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો

Live TV

X
  • કેરળમાં સૌથી નીચો MMR 19 છે જ્યારે આસામ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં અનુક્રમે 195, 173 અને 167 પર નોંધપાત્ર રીતે વધુ MMR

    ભારતમાં MMR(માતા મૃત્યુ દર) 2014-16માં 130 હતો, જે 2018-20માં માતૃ મૃત્યુ દર ઘટીને ૯૭ થયો છે. આ આંકડા સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) MMR બુલેટિનના નવીનતમ પ્રકાશન મુજબ છે.

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી, મનસુખ માંડવિયાએ પણ ટવીટ કરીને આ સમાચાર શેર કર્યા હતા. તેમણે કહ્યું, “2014-16માં MMR 130 હતો, જે 2018-19માં પ્રતિ લાખ જીવંત જન્મે 97 થયો છે. ગુણવત્તાયુક્ત માતૃત્વ અને પ્રજનન સંભાળ સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની વિવિધ આરોગ્ય સંભાળની પહેલએ એમએમઆરને ઘટાડવામાં ઘણી મદદ કરી છે.

     

    દેશમાં પરિવર્તનની ગણતરી:

    માતૃત્વ મૃત્યુને, 'ગર્ભાવસ્થા દરમ્યાન અથવા સગર્ભાવસ્થા સમાપ્ત થયાના 42 દિવસની અંદર, સગર્ભાવસ્થા અથવા તેના લગતા કોઈપણ કારણથી થયેલ સ્ત્રીનું મૃત્યુ' તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. MMR એ તે જ સમય દરમિયાન 1,00,000 જીવંત જન્મો દીઠ આપેલ સમય દરમિયાન માતાના મૃત્યુની સંખ્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

    SRS MMR બુલેટિન ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, જે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. વસ્તી ગણતરી હાથ ધરવા અને દેશમાં જન્મ અને મૃત્યુની નોંધણીના અમલીકરણ પર દેખરેખ રાખવા ઉપરાંત, તે SRS નો ઉપયોગ કરીને પ્રજનન અને મૃત્યુદરના અંદાજો આપે છે.

    SRS એ દેશનું સૌથી મોટું વસ્તી વિષયક નમૂના સર્વેક્ષણ છે, જે અન્ય સૂચકાંકો વચ્ચે રાષ્ટ્રીય પ્રતિનિધિ નમૂના દ્વારા માતૃત્વ મૃત્યુદરનો સીધો અંદાજ પૂરો પાડે છે. દેશમાં કારણ-વિશિષ્ટ મૃત્યુદરની પ્રોફાઇલ મેળવવા માટે SRS હેઠળ નોંધાયેલા મૃત્યુ માટે મૌખિક ઓટોપ્સી (VA) સાધનોનું સંચાલન નિયમિત ધોરણે કરવામાં આવે છે.

     

    સરકાર દ્વારા ચાલુ થયેલી પહેલો:

    પ્રદેશમાં માતા મૃત્યુદર એ વિસ્તારની મહિલાઓના પ્રજનન સ્વાસ્થ્યનું માપ છે. દેશમાં MMR માં 2014-2016માં 130, 2015-17માં 122, 2016-18માં 113 અને 2017-19માં 103નો ઘટાડો જોવા મળ્યો હતો. ભારત 2020 સુધીમાં 100/લાખ જીવંત જન્મોના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ (NHP) લક્ષ્યને હાંસલ કરવાની કગાર પર હતું અને 2030 સુધીમાં 70/ લાખ જીવંત જન્મોના સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવાના માર્ગ પર છે.

    ભારત સરકાર સંસ્થાકીય ડિલિવરી સાથે રોકડ સહાયને જોડવા માટે NHP હેઠળ જનની સુરક્ષા યોજના જેવી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન (PMSMA) દર મહિનાની 9 તારીખે સગર્ભા સ્ત્રીઓને વિના મૂલ્યે ખાતરીપૂર્વક, વ્યાપક અને ગુણવત્તાયુક્ત પ્રસૂતિ સંભાળ માટે એક નિશ્ચિત દિવસ પૂરો પાડે છે. અન્ય યોજનાઓમાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, પોષણ અભિયાન અને લક્ષ્ય માર્ગદર્શિકાનો સમાવેશ થાય છે.

    ભારતીય રાજ્યોમાં, કેરળમાં સૌથી નીચો MMR 19 છે જ્યારે આસામ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં અનુક્રમે 195, 173 અને 167 પર નોંધપાત્ર રીતે વધુ MMR નોંધાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply