Skip to main content
Settings Settings for Dark

ભારત આજે G20ની અધ્યક્ષતા ગ્રહણ કરશે, 100 જેટલા સ્મારકોને G20ના લોગોથી શણગારવામાં આવશે

Live TV

X
  • દેશના 100 જેટલા સ્મારકોને જી 20 ના લોગોથી શણગારવામાં આવશે

    ભારત આજે ઔપચારિક રૂપે G20ની અધ્યક્ષતા ગ્રહણ કરશે, જેથી દેશના 100 ઐતિહાસિક સ્મારકો પર G20 લોગો સાથે રોશનીથી શણગારવામાં આવશે.આ લોગોને ભારતીય રાષ્ટ્ર ધ્વજના રંગ કેસરી, સફેદ અને લીલા રંગથી પ્રેરિત થઈને તૈયાર કરવામાં આવ્યો છે. આ લોગોમાં પૃથ્વીને કમળ સાથે જોડે છે, જે ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે અને તે પડકારો વચ્ચે વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે. પૃથ્વી પર જીવન અંગેના ભારતના અભિગમને પણ તેમાં પ્રતિબિંબિત કરવામાં આવ્યું છે. G20ના લોગોની નીચે દેવનાગરી લિપિમાં ભારત લખવામાં આવ્યું છે. G20ની ભારતની અધ્યક્ષતાને વસુધૈવ કુટુમ્બકમ્ એટલે કે એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્ય દર્શાવવામાં આવ્યું છે. વિષય વસ્તુમાં પૃથ્વી ગ્રહ પર અને વિશાળ બ્રહ્માંડમાં માનવ, પ્રાણી, છોડ અને સુક્ષ્મસજીવો તથા તેમના પરસ્પર સહજીવનની બાબત દર્શાવવામાં આવી છે. G20 પરિષદ ભારત માટે એક મોટી તક છે, તેનાથી દેશને વૈશ્વિક કેન્દ્રનું મંચ મળશે. ભારતના પ્રમુખપદ દરમિયાન, દેશભરમાં બહુવિધ સ્થળોએ વિવિધ 32 ક્ષેત્રોમાં લગભગ 200 બેઠકો યોજશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply