દેશમાં રાંધણ ગેસના બાટલામાં ટૂંક સમયમાં QR કોડની સુવિધા હશે
Live TV
-
ગેસ સિલિન્ડરોની ચોરી કે હેરફેર પર નજર રાખી શકાશે.
દેશમાં રાંધણ ગેસના બાટલામાં ટૂંક સમયમાં QR કોડ સુવિધા હશે અને તે દ્વારા ઘર વપરાશના બાટલાને નિયંત્રિત કરવામાં મદદ કરશે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે, આ QR કોડ હાલના સિલિન્ડરો પર લગાવવામાં આવશે અને નવા પર વેલ્ડિંગ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું છે કે, જ્યારે QR કોડ સક્રિય થાય છે ત્યારે તે ગેસ સિલિન્ડરોની ચોરી કે હેરફેર પર નજર રાખી શકાશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યે જણાવ્યું કે, હાલમાં દિલ્હીમાં એક વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે આ બાબત લાગુ કરવામાં આવી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તમામ બાટલા પર આગામી ત્રણથી છ માસમાં QR કોડ હશે. તેમણે કહ્યું કે, આ QR કોડ દ્વારા બોટલ કયા ગ્રાહક પાસે છે તેની માહિતી મેળવી શકાશે.