સીમા સુરક્ષા બળનો આજે સ્થાપના દિવસ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભકામનાઓ પાઠવી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરક્ષાબળના કર્મીઓ અને તેમના પરિવારજનોને શુભકામનાઓ પાઠવી છે.
સીમા સુરક્ષા બળ (Border Security Force, BSF) આજે સ્થાપના દિવસ ઊજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરક્ષાબળના કર્મીઓ અને તેમના પરિવારજનોને શુભકામનાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં જણાવ્યું છે કે, BSF કઠિન પરિશ્રમથી રાષ્ટ્રની સેવા અને ભારતની રક્ષા કરવા માટે એક તત્પર બળ છે. પ્રધાનમંત્રીએ પ્રાકૃત્તિક આપતિઓ જેવી પડકારજનક પરિસ્થિતિ સમયે સુરક્ષા બળ દ્વારા કરવામાં આવતા કલ્યાણકારી કાર્યની સરાહના કરી છે. ભારતની સીમાઓની સુરક્ષા કરવા માટે વર્ષ 1965માં સીમા સુરક્ષા બળનું ગઠન કરવામાં આવ્યું હતું. ભારતમાં બિનઅધિકૃત રીતે પ્રવેશ કરવામાં આવતી બાબતો અંગે સીમા સુરક્ષા બળ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.