ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 01 સપ્ટેમ્બર, 2023ના રોજ મુંબઈની મુલાકાત લેશે
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ મુલાકાત દરમિયાન MDLના હેરિટેજ મ્યુઝિયમ - ધરોહરની પણ મુલાકાત લેશે
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને ડૉ. સુદેશ ધનખડ 01 સપ્ટેમ્બર, 2023ના રોજ મુંબઈની મુલાકાત લેશે. જ્યાં તેઓ મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) ખાતે બનાવવામાં આવી રહેલા યુદ્ધ જહાજ 'મહેન્દ્રગિરી'ના લોકાર્પણ સમારોહમાં મુખ્ય અતિથિ હશે. 'મહેન્દ્રગિરી' એ ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ 17A હેઠળનું સાતમું સ્ટીલ્થ ફ્રિગેટ છે, અને ચોથું MDL દ્વારા બનાવવામાં આવ્યું છે.
તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ MDLના હેરિટેજ મ્યુઝિયમ - ધરોહરની પણ મુલાકાત લેશે.
