વિદેશમંત્રી એસ.જયશંકરે ચીન દ્વારા પ્રકાશિત નક્શાને અસ્વીકાર્ય ગણાવ્યો
Live TV
-
એક ખાનગી ચેનલને આપેલી મુલાકાતમાં વિદેશમંત્રીએ ચીનને આવા દાવા કરતાં નક્શાઓ પ્રકાશિત કરવાની આદત છે.
વિદેશમંત્રી એસ. જયશંકરે ભારતનો કેટલોક વિસ્તાર ચીનનો હોવાનો દાવો કરતાં અને ચીન દ્વારા પ્રકાશિત નક્શાને અસ્વીકાર્ય ગણાવીને ફગાવી દીધો છે. એક ખાનગી ચેનલને આપેલી મુલાકાતમાં વિદેશમંત્રીએ ચીનને આવા દાવા કરતાં નક્શાઓ પ્રકાશિત કરવાની આદત છે.
ચીનના આવા દાવાથી સંબંધિત વિસ્તાર ભારતનો હોવાની વાસ્તવિક્તામાં ફેરફાર થશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સરકાર પોતાની ભૂમિનું કેવી રીતે રક્ષણ કરવું તે બાબત જાણે છે.
તેમણે કહ્યું કે, ભારતે આ નક્શા બાબતે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચીનના દાવાને ફગાવી દેતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગઈકાલે જણાવ્યું હતું કે, ચીનના આવા પ્રયાસોથી સરહદ વિવાદ ઉકેલવાની પ્રક્રિયા વધુ જટીલ બનશે.
