I.N.D.I.A. ગઠબંધનની મુંબઈમાં બે દિવસીય બેઠક આજથી શરૂ થશે, સમન્વય સમિતિની રચના થઈ શકે છે
Live TV
-
આગામી લોકસભાની ચૂંટણીમાં NDAને પડકાર આપવા વિપક્ષ દ્વારા બનાવવામાં આવેલ ગઠબંધન I.N.D.I.A. ની મુંબઈમાં બે દિવસીય બેઠક આજથી શરૂ થશે. બેઠકમાં ગઠબંધનના સંયોજકનું નામ નક્કી કરવા ઉપરાંત સમન્વય સમિતિની રચના કરવામા આવે તેવી આશા છે.તો પ્રધાનમંત્રી પદના ઉમેદવારના નામ માટે ખેંચતાણને કારણે ગઠબંધન પર પ્રશ્ન ઉઠ્યા છે. આ બેઠક પહેલા ગઠબંધનના તમામ પક્ષો દ્વારા પ્રધાનમંત્રી પદ માટે દાવેદારી નોંધાવવામાં આવી છે. કોંગ્રેસ, JDU અને તૃણમૂલ કોંગ્રેસ પછી SP, શિવસેના, UBD અને આમ આદમી પાર્ટી પણ પ્રધાનમંત્રી પદ માટે દાવેદારી કરી રહ્યાં છે. જેને કારણે I.N.D.I.A. ગઠબંધન માટે આગળ મુશ્કેલી સર્જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
