ભારતના ચૂંટણીપંચ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૦૨૨ ના અવસરે મતદાર જાગૃતિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
ભારતના ચૂંટણીપંચે રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૦૨૨ ના અવસરે સર્જનાત્મક અભિવ્યક્તિ ધ્વારા દરેક મતના મહત્વને ભારપૂર્વક સમજાવવા માટે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા “ મારો મત મારૂ ભવિષ્ય- એક મતની તાકાત”શરૂ કરેલ છે. ભારતના ચૂંટણીપંચ ધ્વારા સ્વીપ (સિસ્ટમેટીક વોટર એજ્યુકેશન એન્ડ ઈલેકટોરલ પાર્ટિસીપેશન) પ્રોગ્રામ ધ્વારા રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા લોકોની પ્રતિભા અને સર્જનાત્મકતાને બહાર લાવવા અને લોકોની સક્રિય ભાગીદારી ધ્વારા લોકશાહીને પણ મજબૂત બનાવવા માટે છે.
તમામ વય જૂથો માટે સુલભ આ સ્પર્ધાનો ઉદેશ્ય ક્રાઉડસોસિંગ ધ્વારા લોકશાહીમાં દરેક મતના મહત્વના વિષય પર પસંદ કરેલ ઉમદા વિચારો અને સામગ્રીની ઉજવણી કરવાનો છે.
(1) થીમ (વિષય) : “ મારો મત એ મારું ભવિષ્ય છે.- એક મતની તાકાત”
(2) રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં પાંચ શ્રેણીઓ છે. જેમાં ક્વિઝ સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, ગીત સ્પર્ધા, વિડીયો બનાવવાની સ્પર્ધા અને પોસ્ટર ડિઝાઈન સ્પર્ધાનો સમાવેશ થાય છે.સંસ્થાકીય કેટેગરીનો અર્થ છે શૈક્ષણિક સંસ્થાઓ/ સંસ્થાઓ જેમ કે શાળાઓ, કોલેજો, યુર્નિવર્સિટીઓ, કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કાયદા હેઠળ નોંધાયેલ સંસ્થાઓ, ગીત સ્પર્ધા, વિડીયો બનાવવાની સ્પર્ધા અને પોસ્ટર ડીઝાઈન સ્પર્ધાને ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરી છે. સંસ્થાકીય, વ્યવસાયિક અને કલાપ્રેમી દરેક શ્રેણીમાં ટોચના ત્રણ વિજેતાઓને આકર્ષક રોકડ ઈનામો અપાશે. આ સ્પર્ધામાં પાંચ શ્રેણીઓ છે. તેમજ તા.15 માર્ચ, 2022 સુધી પ્રવેશ સ્વીકારવામાં આવશે. પ્રતિભાગીએ સ્પર્ધાની વેબસાઈટ https://ecisveep.nic.in/ પર ઉપલબ્ધ વિગતવાર માર્ગદર્શિકા અને શરતોનું પાલન કરવાનું રહેશે. સહભાગીએ વિગતો સાથે એન્ટ્રી contest[at]eci[dot]gov[dot]in પર ઈમેઈલ કરવાની રહેશે. જે સહભાગી અરજી કરી રહ્યા છે. તેણે < સ્પર્ધા > અને < શ્રેણી> ના નામનો ઈ-મેઈલ ના વિષયમાં સ્પસ્ટપણે ઉલ્લેખ કરવાનો રહેશે.
