Skip to main content
Settings Settings for Dark

ભારતની સંરક્ષણ નિકાસ પ્રથમ વખત 21,000 કરોડ રૂપિયાને પાર કરી: રાજનાથ સિંહ

Live TV

X
  • રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે 2023-24માં પહેલીવાર દેશની રક્ષા નિકાસ 21 હજાર કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગઈ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી સિંહે જણાવ્યું હતું કે, સંરક્ષણ નિકાસમાં પાછલા નાણાકીય વર્ષ કરતાં 32 ટકાથી વધુની અદભૂત વૃદ્ધિ જોવા મળી છે.

    સંરક્ષણ મંત્રાલયે ભારતના સંરક્ષણ ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણી પહેલ કરી છે. મંત્રીએ કહ્યું કે, ખાનગી ક્ષેત્ર અને સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમો સહિત દેશના સંરક્ષણ ઉદ્યોગોએ તાજેતરના વર્ષોમાં પ્રશંસનીય કામગીરી નોંધાવી છે. શ્રી સિંહે સંરક્ષણ નિકાસમાં નવા સીમાચિહ્નને પાર કરવા બદલ તમામ હિતધારકોને અભિનંદન પાઠવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply