Skip to main content
Settings Settings for Dark

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં જનસભાને સંબોધિત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લાના રૂદ્રપુર અને રાજસ્થાનના જયપુર ગ્રામીણમાં કોટપુતલીમાં જનસભાને સંબોધિત કરશે. આ દરમિયાન તેઓ ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં બીજેપીના લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. રેલીની સલામતી સુનિશ્ચિત કરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક સુરક્ષાના પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે.

    ઉત્તરાખંડમાં લોકસભાની પાંચ બેઠકો માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે ચૂંટણી યોજાવાની છે. હાલમાં ઉત્તરાખંડની પાંચેય બેઠકો 2014થી ભાજપ પાસે છે અને રાજ્યમાં પણ ભાજપ સત્તામાં છે.

     આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, ભાજપના ઉમેદવારો અને રાજ્યના અધિકારીઓ હાજર રહેશે. પીએમ મોદી ઉત્તરાખંડમાં પોતાનો કાર્યક્રમ પૂરો કરીને રાજસ્થાન જવા રવાના થશે. સ્થળ પર તૈનાત પોલીસ કર્મચારીઓને કોઈપણ હેન્ડબેગ, જ્વલનશીલ સામગ્રી તેમજ અન્ય સામગ્રી પર પ્રતિબંધ મૂકવા સૂચના આપવામાં આવી હતી. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply