ભારતની હરનાઝ સંધુની વર્ષ 2021ની મિસ યુનિવર્સ તરીકે પસંદગી
Live TV
-
ઈઝરાયલમાં આયોજીત સ્પર્ધામાં ભારતની હરનાઝ સંધુની વર્ષ 2021ની મિસ યુનિવર્સ તરીકે પસંદગી કરાઈ છે. 21 વર્ષીય હરનાઝે આજે મિસ યુનિવર્સનો ખિતાબ મેળવ્યો છે. હરનાજ સંધુએ પેરાગ્વે અને દક્ષિણ આફ્રિકાના સ્પર્ધકોને પાછળ છોડી ખિતાબ હાંસલ કર્યો છે. મેક્સીકોની હાલની મિસ યુનિવર્સ એન્ડ્રીયા મેજાએ પોતાની ઉત્તરાધિકારી હરનાઝ સંધુને તાજ પહેરાવ્યો હતો.
ભારતે આ પહેલા બે વાર આ પ્રતિષ્ઠીત તાજ જીત્યો છે. વર્ષ 1994માં સુસ્મીતા સૈન અને વર્ષ 2000માં લારા દત્તાની મિસ યુનિવર્સ તરીકે પસંદગી થઈ હતી. ત્યારે હવે ચંદીગઢની હરનાઝ આ અતુલ્ય મહિલાઓની યાદીમાં સામેલ થઈ છે.
