Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું કર્યુ લોકાર્પણ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ માટે કાશીના પ્રવાસે છે. પ્રધાનમંત્રીએ ભવ્ય કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ કર્યું છે. 'ભવ્ય કાશી દિવ્ય કાશી'ના સૂત્ર સાથે કાશીમાં દિવાળી જેવો માહોલ જામ્યો છે. કાશી વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણ બાદ પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો. પ્રધાનમંત્રીએ સંબોધન કરતા કહ્યું- 'આ ભવન નહીં પરંતુ સનાતન-સંસ્કૃતિની પરંપરાનું પ્રતિક છે'. પ્રધાનમંત્રી મોદીએ તમામ શ્રદ્ધાળુઓને નમન કર્યા. કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ કરનાર શ્રમયોગીઓ પર પુષ્પવર્ષા કરી હતી. કાશીનાથ વિશ્વ કોરિડોરના  લોકાર્પણ પહેલા પ્રધાનમંત્રી મોદીએ કાળ ભૈરવના દર્શન કર્યા હતા અને આરતી ઉતારી હતી.  કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ કરતા પહેલા પ્રધાનમંત્રીએ 12 જ્યોતિર્લિંગમાંથી લાવવામાં આવેલું જળ બાબાને ચડાવ્યુ હતું. ત્યારબાદ પ્રધાનમંત્રીએ લલિત ઘાટ પર મા ગંગાને પ્રણામ કર્યા અને નદીમાં સ્નાન કર્યું. કળશમાં ગંગાનું જળ લઈને પ્રધાનમંત્રીએ કાશી વિશ્વનાથ કોરિડોરને ખુલ્લો મૂક્યો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંબોધતા કહ્યું કે- હજારો વર્ષોની પ્રતિક્ષા આજે પૂર્ણ થઈ છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ કાશી વિશ્વનાથની મુલાકાતે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બે દિવસ માટે કાશી વિશ્વનાથના પ્રવાસે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply