Skip to main content
Settings Settings for Dark

કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ કરનાર શ્રમિકો સાથે પ્રધાનમંત્રીએ લીધું ભોજન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણ બાદ ભોજન ગ્રહણ કર્યું. કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ કરનાર શ્રમિકો સાથે બેસીને પ્રધાનમંત્રીએ ભોજનનો આસ્વાદ માણ્યો. શ્રમિકો સાથે પીએમ મોદીના ભોજન લીધાની તસ્વીર સોશિયલ મીડિયામાં ખૂબ શેર કરાઈ રહી છે. કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ કરનાર શ્રમિક ભાઈ-બહેનોનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યુ હતું કે- 'શ્રમિકોના પરસેવાના કારણે ભવ્ય પરિસરનું નિર્માણ થયું છે, કોરોનાકાળમાં પણ શ્રમિકોએ કામ અટકાવ્યું નહોંતું'. પ્રધાનમંત્રી મોદીએ યોગી આદિત્યનાથનો પણ આભાર માન્યો. કાશી વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણ પહેલા શ્રમિકો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply