ભારતનો ઝડપી આર્થિક વિકાસ વૈશ્વિક અર્થવ્યવસ્થાને મદદરૂપ, વૈશ્વિક વૃદ્ધિમાં 16 ટકા વધુ યોગદાન આપી શકે
Live TV
-
ભારત આર્થિકરૂપે એક સ્ટાર પર્ફોર્મર તરીકે ઉભરી રહ્યું છે.
ભારતનો ઝડપી આર્થિક વિકાસ માત્ર તેના નાગરિકોને જ નહીં પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ મદદ કરી રહ્યો છે. ભારત આર્થિકરૂપે એક સ્ટાર પર્ફોર્મર તરીકે ઉભરી રહ્યું છે, વૈશ્વિક વૃદ્ધિમાં 16 ટકા વધુ યોગદાન આપી શકે તેવું અનુમાન છે. IMFએ જણાવ્યું છે કે, ડિજિટલીકરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પ્રમુખ ક્ષેત્રે આર્થિક સુધારાને કારણે દેશ મજબૂત દરથી આગળ વધી રહ્યો છે. IMFએ ભારતની સાથે વાર્ષિક અનુચ્છેદ 4 પરામર્શ જાહેર કર્યું છે, જે અનુસાર ભારત આર્થિક નીતિઓના આધાર પર ભારત આ વર્ષે ઝડપથી આગળ વધી રહેલ પ્રમુખ અર્થવ્યવસ્થાઓમાંથી એક બની શકે છે.
ભારત સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રોકાણ કરવા અને વિકાસ માચે જરૂરી લોજિસ્ટિક વિકસિત કરવા પર વધુ ભાર મુકી રહી છે. ભારત પાસે મોટી સંખ્યામાં યુવાવર્ગ છે, સંરચનાત્મક સુધારાના માધ્યમથી તેમની ક્ષમતાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને મજબૂતીથી આગળ વધી શકે છે. IMFએ વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે કે, મૂલ્ય સ્થિરતા પ્રાપ્ત કરવા, નાણાંકીય સ્થિરતા અને ઋણ સ્થિરતા જાળવી રાખવા વ્યાપક સંરચનાત્મક સુધારાના માધ્યમથી સમાવેશી વિકાસમાં તેજી લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.