RBIનો તમામ નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓને AIFની યોજનાથી દૂર રહેવાનો આદેશ
Live TV
-
30 દિવસની અંદર આવા AIFsમાંથી તેમના રોકાણને ફડચામાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે તમામ કોમર્શિયલ બેન્ક, સહકારી બેન્ક, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને નાણાંકીય સંસ્થાઓ સહિત નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓને વૈકલ્પિક રોકાણ ભંડોળ- AIFs દ્વારા રજૂ કરવામાં આવતી કોઈપણ યોજનામાં રોકાણ કરવાથી દૂર રહેવાનો નિર્દેશ આપ્યો છે. RBIએ એક જાહેરનામામાં જણાવ્યું છે કે, દેવાદાર કંપનીનો અર્થ એવી કંપની છે જેણે છેલ્લા 12 મહિનામાં કોઈપણ સમયે બેન્ક પાસેથી લોન લીધી હોય. આરબીઆઈએ બેન્કોને 30 દિવસની અંદર આવા AIFsમાંથી તેમના રોકાણને ફડચામાં લેવાનો નિર્દેશ આપ્યો છે. જો બેન્ક નિર્ધારિત સમયમર્યાદામાં તેના રોકાણને ફડચામાં લાવવામાં અસમર્થ હોય તો તેણે આવા રોકાણ પર 100 ટકા જોગવાઈ કરવી પડશે.
રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે સૂચનાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવી ગઈ છે. તાજેતરમાં એવું જોવામાં આવ્યું છે કે આ પ્રકારના વ્યવહારો નિયમનકારી ચિંતાઓને જન્મ આપી શકે છે, જેના કારણે આવા નિર્દેશો જાહેર કરવાની ફરજ પડી છે.