Skip to main content
Settings Settings for Dark

કોરોનાનો સબ વેરિએન્ટ JN.1નો કેસ સામે આવતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ બોલાવી સમીક્ષા બેઠક

Live TV

X
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે રાજ્યના તમામ સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરશે.

    ભારતમાં કોરોનાનો સબ વેરિએન્ટ JN.1ને લઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે રાજ્યના તમામ સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરશે.  કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના કેસને લઇને સતત નજર રાખવાનું કહેવામાં આવ્યુ છે. વધુમાં વધુ સંખ્યામાં RTPCR ટેસ્ટ કરીને  પોઝિટીવ સેમ્પલને જિનોમ સિક્વેન્સિંગ માટે લેબોરેટરીમાં મોકલવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયો સહિત અન્ય વ્યવસ્થાઓ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

    ભારતમાં કોવિડ-19ના નવા JN.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ સામે આવતા કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર પાઠવીને દેશમાં કોવિડની સ્થિતિ પર સતત સતર્કતાની સ્થિતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. રાજ્યોને કોવિડ -19 માટે સુધારેલી સર્વેલન્સ વ્યૂહરચના માટે વિગતવાર ઓપરેશનલ માર્ગદર્શિકાઓનું અસરકારક પાલન સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું.

    કોવિડ-19 એડવાઈઝરી

    રાજ્યોએ તમામ આરોગ્ય સુવિધાઓમાં જિલ્લાવાર ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (આઈએલઆઈ) અને ગંભીર તીવ્ર શ્વસન બિમારી (એસએઆરઆઈ) કેસોની દેખરેખ રાખવા અને રિપોર્ટ કરવો. જેમાં ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ (આઇએચઆઇપી) પોર્ટલનો સમાવેશ થાય છે, જેથી કેસોના પ્રારંભિક વધતા વલણને શોધી શકાય.

    રાજ્યોને કોવિડ -19 પરીક્ષણ માર્ગદર્શિકા મુજબ તમામ જિલ્લાઓમાં પર્યાપ્ત પરીક્ષણની ખાતરી કરવા અને RTPCR અને એન્ટિજેન પરીક્ષણોમાં ભલામણ કરવામાં આવેલા હિસ્સાને જાળવવાની સલાહ.

    રાજ્યોને RTPCR પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવા અને જીનોમ સિક્વન્સિંગ માટે સકારાત્મક નમૂનાઓ ભારતીય સાર્સ કોવ -2 જિનોમિક્સ કન્સોર્ટિયમ (આઇએનએસએસીઓજી) પ્રયોગશાળાઓમાં મોકલવા.  જેથી દેશમાં નવા વેરિએન્ટ્સ, જો કોઈ હોય તો, સમયસર શોધી શકાય.

    રાજ્યોએ પણ કોવિડ -19 ના સંચાલનમાં તેમનો સતત ટેકો મેળવવા માટે સમુદાય જાગૃતિને પ્રોત્સાહન આપવું જોઈએ, જેમાં શ્વસન સ્વચ્છતાના પાલનનો પણ સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply