ભારતમાં કોરોનાનો રિકવરી રેટ વધીને થયો 31.15 ટકા : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય
Live TV
-
દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. તો હાલ કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 67,115 પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ વધીને 31.15 ટકા થયો છે.
આ સાથે વાયરસના ડેટા વિશે માહિતી આપતા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે તેનો સૌથી વધુ કહેર મહારાષ્ટ્ર, ગુજરાત, તમિળનાડુ, દિલ્હી અને રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં છે. મંત્રાલયે કહ્યું કે કોવિડ -19 થી સંક્રમણના કારણે 44,029 લોકોની સારવાર કરવામાં આવી રહી છે જ્યારે 20,916 લોકો સ્વસ્થ થયા છે અને એક વ્યક્તિ દેશની બહાર ગયો છે.
દેશમાં કોવિડ -19 ને કારણે થતા મૃત્યુની સંખ્યા વધીને 2,206 થઈ છે તો કોરોનાગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 67,115 પર પહોંચી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 44,029 લોકો હજી પણ કોરોના સંક્રમિત છે, જ્યારે 20,916 લોકો સ્વસ્થ ઘરે ગયા છે અને એક દર્દી વિદેશ ગયો છે. 111 વિદેશી નાગરિકો પણ ચેપના કુલ કેસોમાં સામેલ છે.
મંત્રાલયે કહ્યું કે કોવિડ -19 થી ચેપ થયેલ 44,029 લોકોની સારવાર કરવામાં આવી રહી છે જ્યારે 20,916 લોકો સ્વસ્થ થયા છે અને એક વ્યક્તિ દેશની બહાર ગયો છે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "અત્યાર સુધીમાં કુલ 2,206 લોકો સ્વસ્થ થયા છે." મહારાષ્ટ્રમાં દેશમાં થયેલા કુલ 2,206 લોકો પૈકી 832 મોત થયા છે.
