Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે ફરી એકવાર કરશે રાષ્ટ્રજોગ સંબોધન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 કલાકે ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. પીએમ મોદીએ ગઇકાલે પાંચમી વખત દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી બેઠક યોજી હતી. 

    6 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં દેશમાં કોરોના વાઈરસ સાથે જોડાયેલી વિવિધ બાબતો તેમજ લોકડાઉનને લઈને આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

    દેશમાં કોરોનાના કેસની સંખ્યા 67 હજારને પાર પહોંચી 

    દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. તો હાલ કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 67,115 પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ વધીને 31.15 ટકા થયો છે. 

    આ સાથે વાયરસના ડેટા વિશે માહિતી આપતા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે તેનો સૌથી વધુ  કહેર મહારાષ્ટ્ર, ગુજરાત, તમિળનાડુ, દિલ્હી અને રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં છે. મંત્રાલયે કહ્યું કે કોવિડ -19 થી સંક્રમણના કારણે 44,029 લોકોની સારવાર કરવામાં આવી રહી છે જ્યારે 20,916 લોકો સ્વસ્થ થયા છે અને એક વ્યક્તિ દેશની બહાર ગયો છે.

    દેશમાં કોવિડ -19 ને કારણે થતા મૃત્યુની સંખ્યા વધીને 2,206 થઈ છે તો કોરોનાગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 67,115 પર પહોંચી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 44,029 લોકો હજી પણ કોરોના સંક્રમિત છે, જ્યારે 20,916 લોકો સ્વસ્થ ઘરે ગયા છે અને એક દર્દી વિદેશ ગયો છે. 111 વિદેશી નાગરિકો પણ ચેપના કુલ કેસોમાં સામેલ છે.

    મંત્રાલયે કહ્યું કે કોવિડ -19 થી ચેપ થયેલ 44,029 લોકોની સારવાર કરવામાં આવી રહી છે જ્યારે 20,916 લોકો સ્વસ્થ થયા છે અને એક વ્યક્તિ દેશની બહાર ગયો છે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "અત્યાર સુધીમાં કુલ 2,206 લોકો સ્વસ્થ થયા છે." મહારાષ્ટ્રમાં દેશમાં થયેલા કુલ 2,206 લોકો પૈકી 832 મોત થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply