Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કર્યુ 20 લાખ કરોડનું આર્થિક પેકેજ

Live TV

X
  • અસંગઠિત, સંગઠિત, પ્રવાસી, ગરીબ સહિતના તમામ વર્ગના આર્થિક અને સામાજીક ઉત્થાન માટે જાહેર કર્યુ પેકેજ. પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતનું કર્યુ આહ્વાન.પીએમએ ગણાવ્યાં આત્મનિર્ભર ભારતના પાંચ આધારસ્તંભ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કોરોના સંકટને પહોંચી વળવા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ પેકેજ 2020માં દેશની વિકાસ યાત્રામાં આત્મનિર્ભર ભારત અભિયાનને નવી ગતિ આપશે. તેમણે કહ્યું કે, આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે પેકેજમાં ભૂમિ, શ્રમિક, લિક્વિડિટી અને કાયદા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. પેકેજ કરોડો લોકોની આજીવીકાનું સાધન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુધારાઓની વ્યાપકતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સુધાર ,ખેતી સાથે જોડાયેલા તમામ સપ્લાય ચેનમાં થશે, જેથી ખેડૂત પણ સશક્ત બને અને ભવિષ્યમાં કોરોના જેવા બીજા સંકટમાં કૃષિ પર ઓછામાં ઓછી અસર થાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને લોકલ માટે વોકલ બનવાનું આહવાન કર્યું હતું. તેમણે સ્થાનિક ઉત્પાદનોને ખરીદવાનો અને તેનો પ્રચાર કરવાનો અનુરોધ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply