વંદે ભારત મિશનનો સાતમો દિવસ, ખાડીના દેશમાં ફસાયેલા 900 ને ભારત લવાશે
Live TV
-
ભારતીયોને 5 વિમાન મારફતે સ્વદેશ લવાશે. દૂબઈથી આજે બે વિમાનો ભારત આવશે જેમાંથી એક દિલ્હી અને એક અમૃતસર પહોંચશે
વિવિધ દેશોમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે મિશન વંદે ભારત યથાવત છે. વંદે ભારત મિશનનો આજે સાતમો દિવસ છે ત્યારે ખાડી દેશોમાં ફસાયેલા આશરે 900 જેટલાં ભારતીયોને 5 વિમાનો દ્વારા સ્વદેશ પરત લવાવવામાં આવશે. દૂબઈથી આજે બે વિમાનો ભારત આવશે જેમાંથી એક દિલ્હી અને એક અમૃતસર પહોંચશે. દિલ્હી આવનારા વિમાનમાં 4 નવજાત સહિત 241 યાત્રિઓ હોવાની શક્યતા છે. જ્યારે અમૃતસર આવનારી ફ્લાઈટમાં 178 ભારતીયોનો સમાવેશ થાય છે. કુવૈતથી અમદાવાદ અને કોઝિકોડ માટે બે ફ્લાઈટ નિર્ધારીત છે, જેમાં કુલ 330 ભારતીયો છે. જેદ્દાહથી કાલીકટ જનારી ફ્લાઈટમાં 149 પ્રવાસીઓ છે. વંદે ભારત મિશન અંતર્ગત વિદેશોમાં મુશ્કેલીમાં હોય તેવા શ્રમિકો, વડિલો, ગંભીર દર્દીઓ અને ગર્ભવતી મહિલાઓ સહિત અન્ય લોકોને પ્રાથમિક્તા આપવામાં આવી રહી છે. વિમાનમાં માત્ર તેવા લોકોને પ્રવેશ આપવામાં આવશે જે લોકોમાં કોરોનાનાં કોઈ લક્ષ્ણ નહીં હોય. આ તરફ સમુદ્ર સેતુ ઓપરેશન અંતર્ગત માલદિવમાં ફસાયેલા ભારતીયોને લઈને નૌસેનાનું જહાજ ગઈકાલે કોચ્ચિ પહોંચ્યું હતું. જેમાં 23 મહિલાઓ અને 3 બાળકો સહિત 202 ભારતીયો હતા. આ જહાંજ 10 મેના રોજ માલદિવથી નીકળ્યું હતું. સ્વદેશ પરત ફરેલા આ ભારતીયોમાં મોટા ભાગના કેરળ અને તામિલનાડુંના નાગરિકો છે., કોચ્ચી પહોંચવા પર નૌસેના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને જહાજમાંથી ઉતરેલા તમામ ભારતીયોની આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. વંદે ભારત મિશન અંતર્ગત પહેલા તબક્કામાં ભારતીય નૌસેનાએ માલદિવમાંથી 900 ભારતીયોને સુરક્ષીત સ્વેદશ પહોંચાડ્યા હતા અને હવે બીજા તબક્કામાં INS જ્લાશ્વ અન્ય કેટલાંક ભારતીયોને સ્વદેશ પરત લાવવા 15 મેના રોજ માલદિવ જવા રવાના થશે.
