વંદે ભારત મિશનનો બીજો તબક્કોઃ 16થી 22 મે સુધી 31 દેશમાં ફસાયેલા લોકોને ભારત લવાશે
Live TV
-
એર ઇન્ડિયા અને સહયોગી એર ઇન્ડિયા એક્સપ્રેસે વંદે ભારત મિશન હેઠળ પહેલા પાંચ દિવસ દરમિયાન 31 ફ્લાઈટ મારફતે વિદેશમાં ફસાયેલા 6037 લોકોને ભારત લાવવામાં આવ્યા છે.
કોરોના વાયરસ વચ્ચે વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન લાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. ' વંદે ભારત મિશન' હેઠળ 16થી 22 મે દરમિયાન બીજા તબક્કા હેઠળ 31 દેશમાં ફસેયેલા ભારતીયોને 149 ફ્લાઈટ મારફતે પરત લવાશે. એર ઇન્ડિયા અને સહયોગી એર ઇન્ડિયા એક્સપ્રેસે વંદે ભારત મિશન હેઠળ પહેલા પાંચ દિવસ દરમિયાન 31 ફ્લાઈટ મારફતે વિદેશમાં ફસાયેલા 6037 લોકોને ભારત લાવવામાં આવ્યા છે. 7 મે થી 14 મે દરમિયાન 64 ફ્લાઈટ ઉડાવાશે જે મારફતે 12 દેશમાં ફસાયેલા 15 હજાર ભારતીયોને પરત લાવવામાં આવશે. કોરોના વાયરસના પગલે 25 માર્ચથી ભારતમાં લૉકડાઉન ચાલી રહ્યું છે.
