ભારતમાં જર્મનીના રાજદૂત વોલ્ટર જે લીન્ડર પ્રતિનિધિ મંડળ સાથે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાતે આવ્યા
Live TV
-
ભારતમાં જર્મનીના રાજદૂત વોલ્ટર જે લીન્ડર પ્રતિનિધિ મંડળ સાથે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાતે આવ્યા હતા.જ્યાં તેમણે સરદાર સાહેબને ભાવાંજલિ અર્પણ કરી હતી તો વિઝિટર બુકમાં તેમણે લખ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સાચા ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમુનો છે, મે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પણ જોયુ છે પણ સરદાર સાહેબની આટલી વિશાળ પ્રતિમા જોઇને હુ મંત્રમુગ્ધ થયો છુ. બીજીવાર પણ જરૂર આવીશ અને જર્મનીના સાંસદોને પણ સાથે લાવીશ.રાજદૂત વોલ્ટરે સ્ટેચ્યુ ઓફ યુનિટિની વ્યુઈંગ ગેલેરીનો પણ નજારો માણ્યો હતો. ત્યારબાદ પ્રદર્શન,લાયબ્રેરી,સરદાર સાહેબના જીવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. તો જ્યારે વોલ્ટર સ્ટેચ્યુ ઓફ યુનિટિ પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યું હતું. જેના કારણે રાજદૂત ખુબ જ ખુશ થયા હતા
