ભારતમાં ફસાયેલા પાકિસ્તાનના 180 નાગરિકોને સ્વદેશ પહોચાડવા વિદેશ મંત્રાલય સજ્જ
Live TV
-
ત્યારે ભારતનું વિદેશ મંત્રાલય હાલમાં વિદેશી નાગરિકોના તેમના દેશોમાં પાછા ફરવાની સુવિધા આપી રહી છે. જેમાં પાકિસ્તાનના નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
કોરોના વાઇરસનો પ્રકોપ વિશ્વ ભરમાં છે ત્યારે ઘણા દેશોના નાગરિક પોતાના દેશથી દૂર વિદેશમાં ફસાયેલા છે. ત્યારે ભારતનું વિદેશ મંત્રાલય હાલમાં વિદેશી નાગરિકોના તેમના દેશોમાં પાછા ફરવાની સુવિધા આપી રહી છે. જેમાં પાકિસ્તાનના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયને માહિતી મળી છે કે ભારતમાં હાલમાં તેમના પાકિસ્તાનના 180 નાગરિકો મૌજૂદ છે અને તે પાછા જવા માગે છે. વિદેશ મંત્રાલય સંબંધિત અધિકારીઓ સાથે તેમના પાછા ફરવાની વ્યવસ્થા કરવા પાકિસ્તાન હાઇ કમિશન સાથે સંકલન કરી રહ્યા છે.
આ પહેલા પણ, કોરોના વાયરસને પગલે ભારતમાં ફસાયેલા બ્રિટિસ નાગરિકો બાદ હવે અમેરિકાના નાગરિકો માટે પણ સ્પેશિયલ ફ્લાઇટ પણ અમદાવાદ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી રવાના થઈ. બુધવારે બપોરે 4:30 અને 4:45ના એમ એર ઇન્ડિયાની બે ફ્લાઇટમાં અંદાજે 400 મુસાફરોને અમદાવાદથી વાયા મુંબઇથી અમેરિકા લઇ જવાયા. લોકડાઉન વચ્ચે અમદાવાદથી 1 કલાકમાં 3 ઇન્ટરનેશનલ ફ્લાઇટ રવાના થઇ.
