લૉકડાઉનને લઇને કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન
Live TV
-
કોરોના વાયરસના કારણે કેન્દ્ર સરકાર તરફથી 3 મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત બુધવારે સરકાર દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ દિશા નિર્દેશમાં જણાવ્યું છે કે ઘરેલું ઉડાનમાં હાલ પ્રતિબંધ યથાવત્ રહેશે. મેટ્રો રેલવે અને બસ સેવા પણ હાલ બંધ રહેશે. સ્કૂલ અને કોચિંગ સેવા પણ બંધ રહેશે. નવા દિશા નિર્દેશમાં કૃષિ કામ માટે સિમિત છુટ આપવામાં આવી છે. ઔદ્યોગિક ગતિવિધિઓ પર પ્રતિબંધ યથાવત્ રહેશે. ખાવા-પીવાની અને દવા બનાવનારી બધી ઇન્ડસ્ટ્રીઝ ખુલ્લી રહેશે.
ગ્રામીણ ભારતમાં શરતો સાથે કારખાના ખોલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મનરેગાના કાર્યો માટે મંજૂરી આપવામાં આવી છે. સિંચાઈ અને જળ સંરક્ષણને પ્રાથમિકતા આપવાની વાત કરી છે. નવી ગાઇડલાઇનમાં કહેવાયું છે કે બધી ગતિવિધિઓ રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની મંજૂરી પછી શરુ થશે. ઇલેક્ટ્રીશ્યન પ્લંમ્બર અને મોટર મેકેનિકને કામ કરવાની મંજૂરી છે.
